ગુજરાત સરકારે ડામરના રસ્તાઓને બદલે સિમેન્ટના રોડ બનાવવાની યોજના ઘડી છે, જે લાંબા ગાળે ટકાઉ અને મજબૂત રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોડની સ્થિતિમાં સુધારો થશે.
ગાંધીનગર, ભારત 1 ઑગસ્ટ, 2026 ALN: 28 જુલાઈએ ગુજરાત સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લીધો. વરસાદના કારણે ડામરના રોડ તૂટે છે, વારેવારે રિપેર કરવા પડે છે ત્યાં સિમેન્ટના રોડ બનાવી દેવાશે. શહેરોથી લઈને ગામડાં સુધી સિમેન્ટના રોડ બનાવવા મોટો પડકાર છે. શું આ સંભવ છે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં…
સવાલ-1: ગુજરાત સરકારે શું જાહેરાત કરી?
જવાબ: સરકારની કેબિનેટ મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવાયો. તેની જાહેરાત સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કરી. તેમણે કહ્યું કે, જ્યાં ડામર રોડમાં પાણી ભરાતાં હોય તેવા રસ્તા સિમેન્ટના કરાશે. પછી એ રસ્તા ગ્રામ પંચાયતના હોય, R&Bના હોય, મહાપાલિકા કે નગરપાલિકાના હોય. જ્યાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાંથી ભારે વાહનો પસાર થયા કરે છે. ત્યાં સીસી રોડ બનશે.
જીતુભાઈએ આગળ કહ્યું, ડામર રોડ કરતાં સીસી રોડનો ખર્ચ વધારે થાય પરંતુ સરકારે ચિંતા કરી નથી. કારણ કે સીસી રોડ લાંબાગાળા સુધી ટકે છે. મજબૂતી સારી રહે, રિપેરિંગ ખર્ચ ઓછો આવે, ખાડા પડતા નથી.
સવાલ-2: સીસી રોડ કેટલા પ્રકારના બની શકે?
જવાબ: R&Bના નિવૃત્ત એન્જિનીયર બી.વી.હરસોડા કહે છે, સીસી રોડ ઘણા પ્રકારના હોય પરંતુ મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે…
સવાલ-3: ગુજરાતમાં સીસી રોડના નેટવર્ક માટે કેટલા પડકારો છે?
જવાબ: ગુજરાતમાં મોટાપાયે સીસી બનાવવાના પડકારો ઘણા છે. મુખ્ય પડકારો પર R&Bના નિવૃત્ત એન્જિનીયર બી.વી.હરસોડા ધ્યાન દોરે છે.
સવાલ-4: ગુજરાત માટે સૂચિત અમલીકરણ મોડેલ કેવું હોવું જોઈએ?
જવાબ: ગુજરાતમાં આ કાર્યને તબક્કાવાર અને સાયન્ટિફિક રીતે અમલમાં મૂકવા માટે R&Bના નિવૃત્ત એન્જિનીયર બી.વી.હરસોડા સૂચન કરે છે કે,
સવાલ-5: સિમેન્ટ રોડનો પ્રોજેક્ટ કેવી રીતે સફળ થઈ શકે, એક્સપર્ટનું શું કહેવું છે?
જવાબ: આ અંગે બી.વી.હરસોડા કહે છે, ગુજરાતમાં CC રોડનો વિસ્તૃત કાર્યક્રમ લાંબા ગાળે ટકાઉ માર્ગ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ સફળતા માત્ર કોંક્રિટ રોડ બનાવવાથી નહીં, પરંતુ યોગ્ય ટેકનોલોજી પસંદગી, વૈજ્ઞાનિક ડિઝાઇન, મજબૂત પાયો, અસરકારક ડ્રેનેજ, ગુણવત્તાયુક્ત કોંક્રિટ, યોગ્ય જોઇન્ટિંગ, પૂરતી ક્યોરિંગ અને સતત કામગીરી નિરીક્ષણ ઉપર આધારિત રહેશે. જાહેર નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે દરેક રોડનું ટેકનિકલ મૂલ્યાંકન અને જીવનચક્ર ખર્ચ (લાઈફ સાઈકલ કોસ્ટ)નું વિશ્લેષણ કરવું જરૂરી છે. જ્યાં હાલનો ડામર રોડ મજબૂત હોય ત્યાં વ્હાઇટ ટોપિંગ અથવા થિન વ્હાઇટ ટોપિંગ યોગ્ય વિકલ્પ બની શકે છે, જ્યારે નવા ભારે ટ્રાફિકવાળા માર્ગો માટે સંપૂર્ણ જાડાઈવાળો રિજિડ પેવમેન્ટ વધુ યોગ્ય હોઈ શકે છે. યોગ્ય માર્ગ માટે યોગ્ય ટેકનોલોજી, વૈજ્ઞાનિક ડિઝાઇન અને ગુણવત્તાયુક્ત અમલીકરણ - એ જ ટકાઉ અને લાંબા આયુષ્યવાળા રોડનો આધાર છે.
સવાલ-6: હજારો કિલોમીટરના સીસી રોડ બનાવવા સંભવ છે?
જવાબ: આ સવાલને આ રીતે સમજો…
ગુજરાતમાં 80 હજાર કિલોમીટરનું ડામર રોડનું નેટવર્ક છે. એમાંથી હાઈવે બાદ કરી નાખો તો 60 હજાર કિલોમીટરની લંબાઈના રોડ બચે. હવે જો ગુજરાત સરકાર આ બધા રોડ સિમેન્ટના બનાવવાનું નક્કી કરે તો કરોડો ગુણી સિમેન્ટ જોઈએ. લાખો ટન લોખંડ જોઈએ. મેન પાવર પૂરતો જોઈએ અને વાત રહી ફંડની તો સરકાર કહે છે, ડામર કરતાં 30% ખર્ચ વધે છે. એટલે સરકાર માટે ટાઈમલાઈન અને ફંડનો પડકાર મોટો છે.
દાખલા તરીકે અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ ગોપી સર્કલથી જોધપુર રોડની સ્કાય બ્લૂ સ્ટેશનરી સુધી સીસી રોડ બનાવ્યો. તે લગભગ 4 કિલોમીટરનો છે. તે બનતાં 1 વર્ષથી વધારે સમય લાગ્યો. હવે વિચારો 80 હજાર કિલોમીટરમાંથી સરકાર કદાચ 50 હજાર કિલોમીટરનું નેટવર્ક પણ સીસી રોડનું કરવામાં આવે તો ઓછામાં ઓછા 30 વર્ષ તો નીકળી જાય. જો એ કામ 2027થી જોરશોરથી શરૂ કરી દેવાય તો.
સવાલ-7: 142 વર્ષ પછી પણ ગોંડલના રસ્તાનું ઉદાહરણ કેમ અપાય છે?
જવાબ: ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ 1884થી 1932 વચ્ચે ગોંડલમાં રસ્તા અને પુલના કામો કરાવ્યા હતા. એ વખતે એન્જિનિયર્સ અંગ્રેજો હતા અને કોન્ટ્રાક્ટ આપતા હતા. કાંઈપણ નિર્માણ કરવા માટે અંગ્રેજોએ રાજાની પરવાનગી લેવી પડતી.
પણ ભગવતસિંહજી બોન્ડ કરાવતા. તે રોડ અને પુલનું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરો પાસેથી બાંયધરી પત્ર લેતા કે, રસ્તા એવા બનાવીશ કે 10 વર્ષ સુધી તૂટશે નહીં. બ્રિજ એવા બનાવીશ કે 100 વર્ષ સુધી તૂટશે નહીં. થયું પણ એવું જ, ગોંડલના રસ્તા અને પુલ વર્ષો સુધી ટક્યા. ભાવનગર રાજ્યના અંગ્રેજ જોઈન્ટ એડમિનિસ્ટ્રેટર મેજર બર્કે કહેલું કે, ગોંડલના રસ્તા સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ રસ્તા છે.
ઈતિહાસવિદ્દ પ્રદ્યુમન ખાચરે ભાસ્કરને કહ્યું, મહારાજા સર ભગવતસિંહજી ઘોડાગાડીમાં રસ્તાનું નિરીક્ષણ કરવા નીકળતા. ઘોડાગાડી સરળતાથી ચાલી જાય પરંતુ સહેજ ઝટકો લાગે તો ઘોડાગાડી ઊભી રખાવીને નીચે ઉતરતા. પછી નજીકની દીવાલે નિશાનીરૂપે લીટો કરતા.
બીજા દિવસે કોન્ટ્રાક્ટરને બોલાવીને સૂચના આપતા. આ જગ્યાએ મેં જમણી બાજુ લીટો કર્યો છે ત્યાં રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. તાત્કાલિક મરામત કરાવો.
ગુજરાત સરકાર પાસે મેન પાવર છે, ફોર્સ છે, મશીનરી છે, ટેકનોલોજી છે પરંતુ સવાલ એ છે કે શું સરકાર પાસે મહારાજા ભગવતસિંહજી જેવું વિઝન છે? એનો એક જ અક્ષરમાં જવાબ છે - ના.
To learn more about the latest developments in Crime & Law, stay updated with our exclusive reports and analyses on AiLensNews.