અમદાવાદમાં કચરાની ગાડીઓના ડ્રાઇવરોની લાયસન્સ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ALN NEWS DESK
ALN NEWS DESK
Updated : Jul 22, 2026, 06:26 AM IST
3 min read
  • linkedin
  • twitter
  • facebook
  • instagram
  • whatsapp

અમદાવાદમાં કચરાની ગાડીઓના ડ્રાઇવરોની લાયસન્સ તપાસમાં મોટાભાગના ડ્રાઇવરોના લાયસન્સ બિનકાયદેસર હોવાનું સામે આવ્યું છે. મનપાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસમાં ગંભીરતાનો ખુલાસો થયો છે.

તમારી સોસાયટી કે શેરીમાં દરરોજ સવારે સ્વચ્છ ભારતના ગીતો વાગાડતી ગાડી આવે ત્યારે તેમાં કચરો નાખવા દોડતા પહેલાં ધ્યાન રાખજો. કારણ કે દિવ્ય ભાસ્કરના ખાસ ઇન્વેસ્ટિગેશનમાં જે હકીકત સામે આવી છે તે કોઈ પણ નાગરિકના રુંવાડા ઊભા કરી દે તેવી છે.

દિવ્ય ભાસ્કરની તપાસ પ્રમાણે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કચરો ઉપાડતી 349 મિનિવાન ફરે છે. અમદાવાદમાં એવા 7 ઝોન અને 48 વોર્ડ છે. મનપાએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ 800થી 1200 મકાન હોય તો એક ગાડી ફાળવાય છે. એટલે આવી મિનિવાન હજારોની સંખ્યામાં દોડી રહી છે. પરંતુ કચરો ઉપાડવા નીકળતી આ ગાડીઓએ જીવલેણ અકસ્માત કર્યાના દાખલા પણ ઓછા નથી.

આ તો એવી ઘટનાઓ છે જે સીસીટીવી કેમેરામાં કાદ થઇ છે. અવારનવાર થતા આવા ઘણા અકસ્માતોને ધ્યાને રાખીને દિવ્ય ભાસ્કરે અમદાવાદમાં કચરાની ગાડીઓ હાંકનારા ડ્રાઈવરોની યોગ્યતા, તેમના લાયસન્સથી માંડીને આખી સિસ્ટમમાં ચાલતી મોટી ગોલમાલનો પર્દાફાશ કરવા માટે એક મોટું ઇન્વેસ્ટિગેશન ઓપરેશન હાથ ધર્યું. જેમાં એવું ભોપાળું બહાર આવ્યું છે કે મનપાના અધિકારીઓથી લઈને કોન્ટ્રાક્ટરો સુધીના તમામ લોકો કઠેડામાં આવી જાય તેમ છે.

રિયાલિટી ચેકમાં કેવા-કેવા ઘટસ્ફોટ થયા? ગુજરાતના મોટા શહેરોમાં જ્યાં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યાં કચરાની ગાડીઓ છેક સોસાયટીઓ, શેરીઓ અને સાંકડા ફળિયાઓની અંદર સુધી જાય છે. ગાડીઓ જ્યારે સોસાયટીમાં આવે ત્યારે રમતા નાના બાળકો, સિનિયર સિટીઝન્સ અને સામાન્ય રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે.

અમે જ્યારે અન્ય એક કચરાની ગાડીના ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનું નામ વિષ્ણુ કટારા જણાવ્યું. વિષ્ણુ પાસે લાયસન્સ માગતા તેણે ઓરિજનલ લાયસન્સ હાલ પોતાની પાસે ન હોવાનું કારણ ધર્યું. ત્યારબાદ વાતચીત દરમિયાન જ તેણે પોતાના મોબાઈલમાંથી લાયસન્સનો ફોટો બતાવ્યો હતો. આ લાયસન્સમાં તેની જન્મતારીખ 1 જાન્યુઆરી 2002 લખેલી હતી, પરંતુ તેમાં બ્લડ ગ્રુપની કોઈ જ માહિતી નહોતી.

ડ્રાઇવર પાસે અસલ લાયસન્સ નહોતું, મોબાઇલમાં ફોટો બતાવ્યો જ્યારે અમે લાયસન્સ નંબર મેળવીને મધ્યપ્રદેશના ટ્રાન્સપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર વિગતો સર્ચ કરી, ત્યારે સ્ક્રીન પર “નો રેકોર્ડ ફાઉન્ડ” લખેલું આવી ગયું.

આવા જ વધુ એક કિસ્સા સામે આવ્યા. રાણીપ વિસ્તારના એક ડમ્પિંગ સ્ટેશન પર અરવિંદ ભૂરિયા નામનો ડ્રાઈવર મળ્યો. તેને અમે લાયસન્સ બાબતે સવાલ કર્યા. અરવિંદે પોતાના ફોનમાં રાખેલો લાયસન્સનો ફોટો બતાવ્યો, જેમાં જન્મતારીખ 1 જાન્યુઆરી 1999 હતી. મધ્યપ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ પર સર્ચ કરતા આ એક જ ડ્રાઈવરના લાયસન્સ સાચું હોવાનું વેરિફાય થઈ શક્યું.

આ વાતની સત્યતા ચકાસવા અમે ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા. જ્યાં અમારી મુલાકાત સુપરવાઇઝર સાથે થઈ. ઓન-રેકોર્ડ તો તેમણે કાંઈપણ બોલવાનો ઇન્કાર કરી દીધો પરંતુ સ્ટિંગ ઓપરેશનમાં કેટલીક બાબતોની ચોખવટ થઈ ગઈ.

વાંચો, સુપરવાઇઝર સાથેની વાતચીતના કેટલાક અંશ, જેમાં તેઓ અમદાવાદમાં ભડકેલા હાથીની જેમ ફરતી કચરાની ગાડીઓમાં રાખવામાં આવતી બેદરકારીની પોલ ખોલે છે.

કોન્ટ્રાક્ટરને જો ડ્રાઈવર ભાગી જવાનો ડર હોય તો તેના માટે રુટીન પોલીસ વેરિફિકેશનનો નિયમ છે. પરંતુ કાયદાને હાંસિયામાં મૂકીને અનધિકૃત રીતે લાયસન્સ જમા રાખવામાં આવી રહ્યા છે. એમાં પણ આ લાયસન્સ સાચા છે કે ખોટા એ પણ મોટો સવાલ છે.

આ અંગે જ્યારે અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે મિટિંગમાં હોવાનું કારણ બતાવીને વાત કરવાનું ટાળી દીધું હતું.

પશ્ચિમ ઝોનમાં ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાનો કોન્ટ્રાક્ટ 'જીગર ટ્રાન્સપોર્ટ' નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો ખુલાસો પણ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન દરમિયાન થયો હતો.

એટલે સવાલ એ ઊભો થાય છે કે શું કોર્પોરેશન પોતે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કોઈ વિશેષ ડ્રાઇવ કે તપાસ ઝુંબેશ ચલાવે છે કે નહીં?

અંતે, આ તપાસમાં સામે આવેલા આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, મનપાને જરૂરી પગલાં લેવા જોઈએ જેથી નાગરિકોની સલામતી જળવાઇ રહે.

Get More Updates

To learn more about the latest developments in Crime & Law, stay updated with our exclusive reports and analyses on AiLensNews.

Related News